કેસર કેરી સીઝન 2024 સંપૂર્ણ માહિતી અને ઓનલાઇન ઓર્ડર ગીરફ્રેશ ઉપર
ગીર કેસર કેરી
ગીરફ્રેશ માં આપનું સ્વાગત છે
કેસર કેરી સીઝન 2024 સંપૂર્ણ માહિતી
મીઠાશ માં શ્રેષ્ઠ
કેરી ની મીઠાશ એકદમ શુદ્ધ જે આપે પૂરો સંતોષ
ઓરિજનલ ગીર કેસર
ગીર ની પ્રખ્યાત કેસર કરી પોતાની ગુણવતા થી દુનિયાભર માં જાણીતી છે
ટેસ્ટ લાજવાબ
કુદરતી કેસર કેરી ના સ્વાદ નો અનુભવ. કુદરતી પોષક તત્વોથી ભરપૂર
મનમોહક સુગંધ
મનમોહક અને આકર્ષક સુગંધ જાણે કેરી ની સુગંધ નો ઉત્તમ અહેસાસ
તાજી અને રસદાર
ટપકતો રસ જે જાણે ગીર ના બધા રસ કેરી માં જ પ્રકૃતિએ ભરી દીધા હોઇ
ક્યારે શરૂ થશે કેસર કેરી સીઝન...?
આમ તો કેસર કેરી અત્યારે બજાર માં જોવા મળી રહી છે. પણ ભરપૂર સીઝન અને સારો પાક એપ્રિલ ના અંત માં અને મે મહિના ના પ્રથમ અઠવાડિયા થી શરૂ થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે આવનારી સીઝન માં
ગીર્ફ્રેશ ઉપર કેસર કેરી ની સીઝન અંદાજે 10-મે પછી શરૂ થશે
કેસર કેરી નો સારો પાક મે મહિના ની મધ્ય સમય ગાળા માં આવતો હોય છે. જેમ કુદરતી મીઠાશ અને સ્વાદ ની મઝા માણવી હોય તો સારો પક આવવો અત્યંત જરૂરી છે. જો કેસર કેરી ને સમય કરતા વહેલી તોડી ને પકવવા માં આવે તેમાં કેમિકલ નો ઉપયોગ કરવો પડતો હોય છે જ્યારે અમારા 90% ગ્રાહકો વિના કેમિકલ કેરી નો આગ્રહ કરતા હોય છે અને અમે પણ અમારા ગ્રાહકો ને ઝેર મુક્ત કેરી મળી રહે તેના માટે હંમેશા પ્રતિબદ્ધ છીએ
અમારી પાસે અમારી સ્પેશિયલ ક્વોલિટી ની કેરી મળી રહેશે જે માત્ર બુકિંગ ઉપર જ મળશે અને તે કેસર કેરી અર્ધપાકી અમે ગ્રાહકો ને ઉપલબ્ધ કરાવીશું. જે કેમિકલ અને ઝેરી રસાયણ મુક્ત ખેતિદ્વારા ઉત્પાદિત આવશે
ત્રણ પ્રકાર ની ક્વોલિટી
નીચે મુજબ
આ ક્વોલિટી ની કેરી મોટી સાઇઝ ની આવશે અંદાજે 240 થી 300 ગ્રામ ની એક કેરી અંદાજિત આવશે
આ ક્વોલિટી ની કેરી મીડિયમ સાઇઝ ની હશે જે 200 થી 250 ગ્રામ ની એક કેરી અંદાજિત હશે
આ ક્વોલિટી માં મોટી સાઇઝ કેરી આવશે જે 270 થી 350 ગ્રામ ની એક કેરી ની અંદાજિત સાઇઝ રહેશે
ફાસ્ટ પ્રિ બુકિંગ રિકવેસ્ટ વોટસએપ પર
નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અને પ્રી બુક કરવો. હાલ પ્રિ બુકિંગ વખતે કોઇ પેમેન્ટ કરવા નું રહેશે નહિ. અમારી સીઝન શરૂ થશે ત્યારે આપનું બુકિંગ કન્ફર્મ કરવા માં આવશે ત્યારે આપે પેમેન્ટ કરવા નું રહેશે જે પેમેન્ટ માટે આપને અમારા ઓફિશિયલ નંબર ઉપર થી ફોન આવે અથવા વોટસએપ પર પેમેન્ટ રિકવેસ્ટ આવે ત્યારે પેમેન્ટ કરવા નું રહેશે. પેમેન્ટ મળી ગયા પછી જ આપનો ઓર્ડર કન્ફર્મ થશે અને અમારા ફાર્મ પર હાર્વેસ્ટ અને કેરી મોકલવા નું શિડ્યુલ આપને જણાવવા માં આવશે. જ્યારે આપનો ઓર્ડર ડિસ્પેચ થશે એટલે આપને શિપિંગ ની માહિતી ઉપલબ્ધ કરાવીશું.
પેકિંગ સમયે આપના માટે રેડી થઇ રહેલા પેકિંગ કેરી ના ઓરિજનલ ફોટા એની વિડિયો ક્લિપ દ્વારા આપને રિયલ અપડેટ અપડેટ આપીશું
ખાસ નોંધ: અમારા તરફથી ક્યારેય તમારી પર્સનલ માહિતી જેવીકે કાર્ડ નંબર, OTP કે કોઇ અન્ય માહિતી એકાઉન્ટ નંબર વગેરે ક્યારેય પણ માંગવા માં નહિ આવે જો કોઇ પણ અજાણી વ્યક્તિ આવી માહિતી માંગે તો આપશો નહી.
ઓર્ડર કરવા માટે અને ભાવ ની જાણકારી મેળવવા માટે નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરો
અમારી કેરી ની વિશેષતાઓ અને અમારું ફાર્મ
અમારું ફાર્મ ગીર વિસ્તાર માં આવેલું છે જેનું ગૂગલ મેપ લોકેશન અને પૂરું એડ્રેસ નીચે કોન્ટેક્ટ સેક્શન માં દર્શાવ્યું છે. અમારા ફાર્મ માં 40-50 વર્ષ તેમજ 25-30 વર્ષ જૂના કેસર આંબાઓ છે જેમાં ક્યારેય કોઇ પણ જાતની ઝેરી દવાઓ કે રાસાયણિક ખાતરો નો ઉપયોગ કર્યો નથી. અને તેમ એકદમ કુદરતી, મીઠી, રસદાર, અને સુગંધિત કેરીઓ અમે મેળવીએ છે જે ડાયરેક્ટ ગ્રાહકો નેબુકિંગ મુજબ સપ્લાય કરીએ છીએ. અમારા ફાર્મ માં વાતાવરણ એકદમ પ્રાકૃતિક બની રહે છે અને આસપાસ કોઇ પણ પ્રદૂષિત વિસ્તાર પણ નથી .
તેમજ આંબા બધા ઝાડ જંગલી વિશાળ છે જેથી કેરી ની અંદર કુદરતી પોષક તત્વો પણ ભરપૂર માત્રા માં હોય છે. અમારી સાથે અન્ય ખેડૂત મિત્રો પણ જોડાયેલા છે. જેના ખેતર ની અંદર પણ વર્ષો જૂના થોડી સંખ્યા માં આંબા ના ઝાડ છે. જેઓ કેરી ની વ્યવસાયિક ખેતી નથી કરતા તેથી તેઓ પણ પોતાના આંબાના ઝાડ પર કોઇ ઝેરી રસાયણો નો ઉપયોગ નથી કરતા. કેમ કે તેઓ ના વડીલો એ પોતાના પરિવાર માટે જ આંબાઓ રોપ્યા હતા પરંતુ હવે વર્ષો બાદ આંબા ના ઝાડ ખૂબ વિશાળ બની ગયા હોય અને તેઓની જરૂર કરતા કેરી વધુ ઉપજતી હોય તેથી તેનાં અમુક આંબાના ઝાડ અમે કોન્ટ્રાક્ટ પર લઇ અને તેમાં ઉપજતી કેરી જે લોકો કેમિકલ વગર ની કેરી મેળવવા નો અને પોતાના પરિવાર ને કુદરતી ગુણવત્તા વાળી કેરી ખવળાવવા ઇચ્છે છે તેઓ ને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
અમારી ક્લબ મેમ્બર્શીપ જે માં આપ મેળવી શકશો પ્રથમ વખત આવી સુવિધાઓ આખા દેશ માં આ સુવિધા સીધી ગ્રાહકો ને આપનાર ભારત માં અમારું પહેલું પ્લેટફોર્મ છે.
અમારી ક્લબ મેમ્બરશિપ માં અમુક અ વિશ્વસનીય સુવિધાઓ છે. જો આપ અમારા મેમ્બર બનો તો નેચરલ અને સંપૂર્ણ કેમિકલ મુક્ત કેરી મેળવવા માટે અમારા ફાર્મ માં થી કોઇ પણ ઝાડ પસંદ કરી અને સીઝન માટે રિઝર્વ કરાવી શકો છો. અને જો વેકેશન ગાળવા કે રજાઓ માં ફાર્મ નો અનુભવ અને આનંદ માણવા તે વિઝીટ કરી અને પોતાના હાથે કેરીઓ તોડી ને પણ લાઇજઇ શકો છો. તે ઉપરાંત તેમાં પણ રિઝર્વ કરેલા ઝાડ પર ઓછામાં ઓછી કેરી નો એક બહેંદરી પણ આપવામાં આવે છે. અને જ્યારે પોતાના શહેર માં બેઠા બેઠા રિઝર્વ કરેલા ઝાડ નો વિડિયો કોલ દ્વારા અપડેટ જણાવી હોય ત્યારે તે વિડિયો વિઝિટ પણ બુક કરવી શકો છો. અને જો તમે અમારા ફાર્મ થી ઘણા દૂર છો તો અમારા તરફ થી આપને આપના રિઝર્વ કરેલા આંબા ના ઝાડ વિશે નિયમિત અપડેટ તેમજ હાર્વેસ્ટ શિડયુલ અને ડીસ્પેચ શીડ્યુલ ની અને અન્ય તમામ જાણકારીઓ સમય સર આપીશું
વધુ માહિતી માટે સંપર્ક કરો
અમે 2017 થી ઓનલાઇન ઓર્ડર લઇ અને ડાયરેક્ટ ગ્રાહકો સુધી ગીર ની મધુર કેરી પહોંચાડી રહ્યા છીએ. આમ તો અમારા મેમ્બર 30-40 વર્ષ કરતા પણ વધુ સમય થી કેરી ની ખેતી કરી રહ્યા છે. અને સારી ગુણવતા વાળી કેરી નું ઉત્પાદન મેળવી રહ્યા છે. અને એ પણ બિલકુલ રસાયણ નો ઉપયોગ કર્યા વગર. કેરી જેને વધુ પ્રિય છે તેના માટે GirFresh બેસ્ટ વિકલ્પ છે
અમારી ટીમ ના મોટા ભાગ ના સભ્યો ખેતી સાથે સીધો સંબંધ ધરાવેછે. અને અને નજીક થી અનુભવેલું છે અને અભ્યાસ પણ કરેલો છે હાલ આધુનિક ખેતી ના ભ્રમ માં ને ભ્રમ માં લોકો ખાવા ચીજો ઉપર પણ કેટલા કેમિકલ ઉપયોગ કરી રહ્યા છે જ્યારે અમે હંમેશા અમારા પરિવાર અને અમારી સાથે જોડાયેલા સભ્યો તેમજ ગ્રાહકો ને કેવી રીતે કેમિકલ મુક્ત સામગ્રીઓ ઉપલબ્ધ કરવી શકીએ તે અમારી પ્રાથમિકતા છે. આ કર્ય માં એમણે ઘણી મુશ્કેલીઓ પણ આવી રહી છે તે ઉપરાંત અમે ઘણું શીખી અને તેના નિવારણ કરી ગ્રાહકો ને ક્યારેય નિરાશ કે અસંતોષ ના થાય તે બાબત ગંભીરતા થી ધ્યાન માં લઇ આગળ વધી રહ્યા છીએ.
હાલ આપણે સૌ જાણીએ જ છીએ કે ખોરાક માં લેવાની ચીજો પણ બજાર માં હાઇબ્રીડ આવી રહી છે. અને એમાં પણ ફળ અને શાભાજી તો ખૂબજ અને. કેરી માં પણ વધુ ઉત્પાદન જડપી ઉત્પાદન ની વિકાસ ગતિ એ દેશી કેરી ને ભુલાવી જ દીધી છે પરંતુ ખરેખર તેનો જે ટેસ્ટ મીઠાશ અને ગુણવતા હતી તે આ હાઈબ્રિડ સંશોધિત કેરીઓ ની જાત માં બિલકુલ નથી. અમારા ફાર્મ માં અને અમારી સાથે જોડાયેલા ખેડૂત સભ્યો ના ફાર્મ માં દેશી આંબાઓ ના ઝાડ છે. અને તેમાં આવતી દેશી કેરી અને ગ્રાહકો ને સપ્લાય પણ કરી રહ્યા છીએ પરંતુ આ દેશી આંબા ના ઝાડ ઓછી સંખ્યા માં હોવા થી અમે બધા ગ્રાહકો ને જોઇતી કોંટેટી નથી આપી શકતા. માટે અમે દેશી આંબા ના ઝાડ ની દર વર્ષે રોપણી કરી રહ્યા છીએ થોડા વર્ષો માં અમે અમારા ગ્રાહકો ને સદીઓ જૂની દેશી કેરી નો અનોખો આનંદ મળે તે માટે આ પ્રકાર નું ફાર્મ વિકસાવી રહ્યા છીએ
આપે ઓર્ડર બુક કર્યા બાદ જ્યારે અમારા તરફ થી આપને પેમેન્ટ માટે રીકવેસ્ટ કરવા માં આવે તે અમારા ઓફિસિયલ કોન્ટેક્ટ નંબર ઉપર થી જ જાણ કરવા માં આવે અને ત્યાર બાદ આપ અમારા બેંક એકાઉન્ટ માં અથવા upi, Gpay, PhonePe થી સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશો. પેમેન્ટ કરવા માટે કોઇ લિંક ઓપન કરવા ની નથી તેમજ આપની કોઇ ગુપ્ત માહિતી ક્યાંય પણ કોઇ ને આપવા ની નથી. આપનું પેમેન્ટ થશે બિલકુલ સુરક્ષિત.
Our Contact Detail
OPERAT FROM FARM
F/N, S/n 98, Village-Gunvantpur, Nr. Talala, Guj-362150
Delivery in All Metro cities of India
+91 96 3838 7887
(2nd) +91 6 353 272 373